Story

જીટીયુ ડિપ્લોમા ઇજનેરીમાં બીજા સેમેસ્ટરમાં તાજપોરની એન. જી. પટેલ પોલીટેકનીક રાજ્ય કક્ષાએ

08-29-2019 Divya Bhaskar 0 comments

તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા જાહેર થયેલ ડિપ્લોમા ઇજનેરીમાં બીજા સેમેસ્ટરના પરિણામોમાં તાજપોરની નામાંકિત એન. જી. પટેલ પોલીટેકનીક ૪૭.૧૮% પરિણામ સાથે સમગ્ર ગુજરાતની ૧૨૨ સંસ્થાઓમાં પાંચમા ક્રમે તથા સાઉથ ઝોનમાં ૨૩ સંસ્થાઓમાં દ્વિતીય ક્રમે રહેલ છે. સંસ્થાના કેમિકલ એન્જીનીયરીંગ વિભાગે ૪૩.૨% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં છઠ્ઠો અને સાઉથ ઝોનમાં દ્વિતીય ક્રમાંક, મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગ ૪૭.૯૫% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં આઠમો ક્રમાંક તથા સાઉથ ઝોનમાં દ્વિતીય ક્રમાંક, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગે ૫૮.૩૩% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં છઠ્ઠો અને સાઉથ ઝોનમાં દ્વિતીય ક્રમાંક, ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ ૪૫.૯% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં નવમો અને સાઉથ ઝોનમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૭થી કાર્યરત તાજપોર પોલીટેકનીકના નામે જાણીતી સંસ્થાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ તથા ૧૦૦% પ્લેસમેન્ટની સિધ્ધિ હાંસલ કરેલ છે. કેમિકલ એન્જીનિયરીંગ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ યશ આહિરાવકર ૯.૭૭ SPI, દિવ્યેશ પરમાર ૯.૬૧ SPI તથા રાહી મહેતા ૯.૫૭ SPI મેળવી સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાએ અનુક્રમે ત્રીજા, પાંચમા અને છઠ્ઠા ક્રમાંકે તથા મીકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના ધ્રુવ વર્દે એ ૯.૬૯ SPI મેળવી રાજ્ય કક્ષાએ આઠમા ક્રમે રહી GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

સફળ થયેલા સૌ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શ્રી રમણલાલ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઇ પટેલ, મંત્રી શ્રી મોહનભાઈ પટેલ, આચાર્ય કાર્તિક દેસાઇ તથા સમગ્ર એન. જી. પટેલ પોલીટેકનીક પરિવારે શુભકામનાઓ પાઠવેલ છે.

દિવ્યભાસ્કર, ૨૯-૮-૨૦૧૯


Comments